સુરતના બીઆરટીએસ રૂટમાં ફરી એકવાર ખાનગી વાહનને કારણે ટ્રાફિકની સમસ્યા ભારે વકરી હતી. સુરતના ડુંભાલ વિસ્તારમાં બીઆરટીએસ રોડમાં બે બસ વચ્ચે સંખ્યાબંધ વાહનો આ રૂટમાં એક બસ બંધ પડી જતા તેની પાછળ બીજી બસ આવી હતી. આ બે બસ વચ્ચે મોટી સંખ્યામાં વાહનો ફસાયા હતા તેમને બહાર નીકળવા ભારે મુશ્કેલી પડી હતી. આને થોડું બહાર નીકળતા ટ્રાફિક સમસ્યા પર માઠી અસર થઈ હતી.

