Home / Gujarat / Ahmedabad : Former TRB jawan in a drunken state caused an accident in Nikol

Ahmedabad: નિકોલમાં નશાની હાલતમાં પૂર્વ TRB જવાને કર્યો અકસ્માત, 3 ગાડીઓને મારી ટક્કર 

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા દાસ ખમણની નજીક પૂર્વ ટીઆરબી કારચાલકે નશામાં 3 ગાડીઓ અને એક નાસ્તાની લારીને ટક્કર મારી છે. કારમાં 3થી 4 લોકો સવાર હતા. કારમાંથી દારૂની બોટલ તેમજ કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ટક્કર મારનાર રાહુલસિંહ રાજપુત પૂર્વ ટીઆરબી જવાન હોવાનો ખુલાસો થયો છે. ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલસિંહ વિરુદ્ધ ગુનો નોંધી કેસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon