Home / Trending : Is Dubai this clean man tested wearing white gloves

VIDEO: આટલું સ્વચ્છ છે Dubai? સફેદ મોજા પહેરીને કર્યો ટેસ્ટ, જુઓ શું આવ્યું પરિણામ

દુનિયાની નજરમાં, દુબઈ એક એવું શહેર છે જે પોતાની ભવ્યતાથી દુનિયાભરના રોકાણકારોને આકર્ષે છે. તે માત્ર એક ચમકતું શહેર નથી પણ તેની સ્વચ્છતા અને ચમકતા રસ્તાઓ માટે પણ જાણીતું છે. પરંતુ પ્રશ્ન એ છે કે - શું દુબઈ ખરેખર એટલું સ્વચ્છ અને પરફેક્ટ છે જેટલું તે દેખાય છે? આ વાતની સત્યતા જાણવા માટે, એક ઇન્ફ્લુએન્સરે એવું કામ કર્યું, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દુબઈના રસ્તાઓ કેટલા સ્વચ્છ છે તે ચકાસવા માટે, ઇન્ફ્લુએન્સરે એક અનોખી પદ્ધતિ અપનાવી. તેણે સફેદ મોજા પહેરીને રસ્તાઓ પર ચાલવાનું નક્કી કર્યું અને શહેરમાં ફરવા લાગ્યો. આ પ્રયોગનો હેતુ એ જોવાનો હતો કે શું દુબઈના રસ્તા ખરેખર એટલા સ્વચ્છ છે કે સફેદ મોજા પર ધૂળનો એક કણ પણ ન દેખાય? એટલે કે, ટેસ્ટ એ જોવા માટેની હતી કે મોજા ખરેખર કેટલા ગંદા થાય છે!

ઇન્ફ્લુએન્સર દ્વારા આ ટેસ્ટ બુર્જ ખલીફાની આસપાસના રસ્તાઓ પર ચાલવાથી શરૂ થાય છે. પછી તે ત્યાંના મોલ્સ અને શેરીઓમાં મુસાફરી કરી. તે મોલના રેસ્ટરૂમ સુધી પણ ગયો. આ દરમિયાન કેમેરો તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યો હતો.

શહેરમાં કલાકો સુધી ફર્યા પછી, તે માણસ પોતાના રૂમમાં પાછો ફરે છે અને કેમેરાની સામે પોતાના મોજા ઉતારીને બતાવે છે કે તે ખરેખર ગંદા છે કે હજુ પણ સ્વચ્છ છે. પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. મોજા નવા જેવા દેખાય છે. કોઈ ધૂળ નહીં, કોઈ ડાઘ નહીં. આ પરિણામ સ્પષ્ટપણે દર્શાવે છે કે દુબઈની શેરીઓની સ્વચ્છતા ખરેખર પ્રશંસનીય છે!

લોકોને વિશ્વાસ ન આવ્યો

આ વીડિયો @lovindubai નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ રીલને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જોકે, ઘણા લોકો આ પરિણામ પર વિશ્વાસ નથી કરી શકતા. કોઈએ કહ્યું કે તે માણસે ફક્ત મોજાની અંદરનો ભાગ બતાવ્યો છે, જ્યારે કેટલાક લોકો માને છે કે દુબઈમાં સ્વચ્છતા છે, પરંતુ એટલી બધી નહીં કે મોજાં એકદમ નવા દેખાય. કેટલાક યુઝર્સે તો એવું પણ કહ્યું કે કદાચ વીડિયો માટે મોજા બદલવામાં આવ્યા હશે!

Related News

Icon