Home / Trending : Son forced to sit on lioness for selfie

VIDEO: સેલ્ફી લેવા ખાતર દીકરાને બળજબરીથી સિંહણ પર બેસાડ્યો, માસૂમ રડતો રહ્યો પણ પિતા ન રોકાયા

ઇન્ટરનેટ પર એક ખૂબ જ ચોંકાવનારો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટિઝન્સ ગુસ્સાથી ભરાઈ ગયા છે. આમાં એક માણસ કથિત રીતે તેના માસૂમ પુત્રને સિંહણ સાથે પોઝ આપવા માટે એક હિંસક પ્રાણીની પીઠ પર બેસાડતો જોવા મળે છે. વિડિયોમાં જોઈ શકાય છે કે બાળક ખૂબ રડી રહ્યું છે, અને સતત મદદ માટે બૂમો પાડી રહ્યું છે. આ વિડિયો ક્લિપ જોયા પછી લોકો આ માણસ સામે કડક કાર્યવાહી અને ધરપકડની માંગ કરી રહ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિડિયોમાં તમે જોઈ શકો છો કે કથિત પિતા તેના બાળકને  ફોટો ખેંચવા માટે સિંહણની પાછળ બેસવા માટે મજબૂર કરી રહ્યો છે. જ્યારે બાળક ડરથી જોરથી રડી રહ્યું છે, મદદ માટે બૂમો પાડી રહ્યું છે.

આ હેરાન કરનારો વિડિયો એક પિતાના ખરાબ ઉછેર પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે, જેણે તેના માસૂમ પુત્રને એક હિંસક પ્રાણી પાસે ધકેલી દીધો. આ માણસનું આ કૃત્ય જોઈને, નેટીઝન્સ ગુસ્સાથી ભડકી રહ્યા છે, અને તેની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે.

Related News

Icon