
ઉર્મિલા જમનાદાસ આશેર, જે ગુજ્જુ બેન તરીકે ઓળખાતા હતાં, જેનું 7 એપ્રિલ 2025ના રોજ 79 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એક પ્રખ્યાત ઉદ્યોગસાહસિક હતા જેમણે તેમના પૌત્રોને ટેકો આપવા માટે ગુજરાતી નાસ્તો વેચીને 75 વર્ષની ઉંમરે તેમનો વ્યવસાય 'ગુજ્જુ બેનના નાસ્તા'થી શરૂ કર્યો હતો.
લોકડાઉનમાં શરૂ કર્યો બિઝનેસ
મુંબઈ, મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજ રોડ પર ભાટિયા ચાલમાં ઉર્મિલા જમનાદાસ આશર કે.એન રહેતા હતાં. જ્યારે આખો દેશ કોવિડ -19 લોકડાઉન હેઠળ હતો અને ઘણા લોકો કામથી બહાર હતા, ત્યારે ઉર્મિલા ઉર્ફે ગુજ્જુ બેને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ઉર્મિલા જમનાદાસ અને તેના પૌત્રએ લોકડાઉન દરમિયાન ઘરે બનાવેલા ગુજરાતી ફૂડનો બિઝનેસ શરૂ કર્યો હતો. ઉર્મિલાએ તેમના પૌત્રને ગુજરાતી નાસ્તાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરી અને જીવનમાં આગળ પણ તેમને ટેકો આપ્યો. પરંતુ ઉર્મિલાનું જીવન એટલું સરળ નહોતું. ઉર્મિલાએ તેના પરિવારના ઘણા સભ્યો ગુમાવ્યા. અઢી વર્ષની વયે તેમણે પુત્રી ગુમાવી હતી. પાછળથી તેમણે તેમના બે પુત્રોને હૃદય રોગ અને મગજની ગાંઠને લીધે ગુમાવ્યા હતાં. પરંતુ તેની પરેશાનીઓ અહીં જ ખતમ ન થઈ, વર્ષ 2019માં તેનો પૌત્ર હર્ષ અકસ્માતનો શિકાર બન્યો, તે સમયે હર્ષનો નીચેનો હોઠ કપાઈ ગયો.
ઉર્મિલા જમનાદાસ લોકોને રાંધવાનું શીખવાડતા હતાં
આ ઘટના અને સર્જરી પછી હર્ષે ઘરની બહાર જવાનું બંધ કરી દીધું અને ઘરમાં જ રહેવા લાગ્યો. ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. અને પછી પરિવારની સ્થિતિ સુધારવા માટે વર્ષ 2020માં દાદી અને પૌત્રએ સાથે મળીને ગુજ્જુ બેન ના નાસ્તો શરૂ કર્યો, જે ઘરે બનાવેલા ગુજરાતી ભોજનનો ધંધો હતો. આ ધંધો મુંબઈના ચર્ની રોડમાં લોકપ્રિય બન્યો. ઉર્મિલા એક TEDx સ્પીકર પણ છે અને લોકોને પ્રોત્સાહિત કરે છે. ઉર્મિલાની યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં તે લોકોને રસોઈ કેવી રીતે બનાવવી તે શીખવતા હતાં.