Home / Trending : Two young men were drinking alcohol for fun.

VIDEO : મોજથી બે યુવકો પી રહ્યા હતા દારૂ! પોલીસના ડ્રોન પર નજર પડી અને...

એન્જીનીયરીંગ કોલેજની પાછળના ખુલ્લા મેદાનમાં બે યુવકો મોજથી દારૂ પી રહ્યા હતાં, ત્યારે તેની નજર કોઈ વસ્તુ પર પડી અને તેઓ ઠોકર ખાઈને ત્યાંથી ભાગવા લાગ્યા. તે વસ્તુ બીજું કોઈ નહીં પણ ડ્રોન હતું, જેને પોલીસ ઉડાવી રહી હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ વિડિયો આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશ પોલીસ રાજ્યમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેમના નવીનતમ પ્રયાસોમાં જાહેર જગ્યાઓ પર નજીકથી નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કૃષ્ણા જિલ્લામાં એક જાહેર સ્થળે દારૂ પીતા બે યુવકો કેમેરામાં કેદ થયા હતા. 

વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકશો કે જેવા યુવકે પોલીસનો ડ્રોનને જોયો કે તરત જ તેઓ તેના હાથમાંથી ગ્લાસ મુકીને ભાગી જાય છે. પરંતુ આપણે ડ્રોનની નજરથી ક્યાં સુધી છુપાવી શકીએ? આખરે ફૂટેજના આધારે, પોલીસે યુવકોની ઓળખ કરી અને તેની ધરપકડ કરી.

Related News

Icon