દેશભરમાં ઘણીવાર બાળકોને કૂતરું કરડવાના સમાચારો ચમકતા રહે છે. ક્યારેક કોઈ વીડિયોમાં રસ્તા પર રહેતાં કૂતરાને ખવડાવવા માટે કોઈ સાથે ઝઘડો કે ક્યારેક મારામારી પણ થઈ જાય છે. આવો જ એક મામલો ગ્રેટર નોઇડાની ગૌર સિટીમાં સામે આવ્યો છે.
ગૌર સિટી 2ના 12 એવન્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરસ છે. આ વીડિયોમાં એક મહિલા લિફ્ટથી ખેંચીને એક બાળકને નિર્દયી રીતે માર મારી રહી છે. ઘટનાના સીસીટીવી વીડિયોમાં દેખાય છે કે એક બાળક લિફ્ટમાં ઊભું છે. બાળકની ઉંમર 10-12 વર્ષની છે. ત્યારે કોઈ ફ્લોર પર લિફ્ટનો દરવાજો ખુલે છે અને એક મહિલા લિફ્ટમાં દાખલ થાય છે. મહિલાની સાથે તેનો પાલતુ કૂતરો પણ છે. લિફ્ટમાં આવતાં જ બાળક તેને જોઈ ગભરાઈ જાય છે.
વીડિયોમાં આગળ નજર આવે છે કે બાળક તે મહિલાને કંઈક કહે છે. એવું લાગી રહ્યું છે કે બાળક મહિલાને કૂતરાની સાથે લિફ્ટમાં આવવા માટે ના પાડી રહ્યું છે પરંતુ મહિલા આ વાત પર પોતાનો પિત્તો ગુમાવી દે છે અને બાળકને ઢોર મારવા લાગે છે.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં રૅકોર્ડ થઈ ગઈ અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. મહિલા દ્વારા મારામારી કર્યા બાદ સોસાયટીમાં હોબાળો મચી ગયો. બાળકના પરિવારજનોએ મહિલા વિરુદ્ધ એક્શન લેવાની માગ કરી. ઘણા સમય સુધી સોસાયટીમાં ભીડ જમા રહી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલાને શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં ઘણા સમય સુધી લોકો સોસાયટીના કેમ્પસમાં જમા રહ્યા.
પોલીસે આ સમગ્ર ઘટના પર જાણકારી આપતાં જણાવ્યું
જોકે નોઇડામાં આ પહેલો કિસ્સો નથી. નોઇડા ઑથોરિટી પણ ઘણી વખત રસ્તા પર ફરનાર કૂતરાને લઈને અભિયાન ચલાવે છે પરંતુ સોસાયટીની અંદર રહેતાં લોકોના પાલતુ કૂતરા અને જાનવરોને લઈને ઘણી વખત મારામારી અને ઝઘડાના સમાચાર સામે આવતાં રહે છે.