Home / Gujarat / Bharuch : MP Vasava again got angry at the tribal conference

Bharuch News: આદિવાસી સંમેલનમાં સાંસદ વસાવા ફરી ઉકળ્યા, પોલીસને કહ્યું- અમને છંછેડશો નહી..

Bharuch News: આદિવાસી સંમેલનમાં સાંસદ વસાવા ફરી ઉકળ્યા, પોલીસને કહ્યું- અમને છંછેડશો નહી..

 ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજર રહ્યા હતા. સંમેલન દરમ્યાન તેઓએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા હતા. આદિવાસી સમાજને સતત હેરાન કરાતા હોવાનો આરોપ લગાવ્યા હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આદિવાસી સાથે દુર્વ્યવહાર

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, “આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે, હવે આદિવાસીઓને છંછેડશો નહીં.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દૂ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઇ નથી.”

હક્ક અને હિતની રક્ષા માટે નિવેદન

સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતાં જણાવ્યું કે, “સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક્ક માટે કોઈ ચોક્કસ પગલાં નથી લેતાં.” આ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સમાજના અનેક આગેવાનોએ પણ આદિવાસી હક્કો અને હિતોની રક્ષા માટે સરકાર અને તંત્ર સામે કડક નિવેદનો આપ્યા હતા.

Related News

Icon