રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ લેનારા બાળકોમાંથી ધોરણ 5 અને 8ના કેટલાક બાળકોને ડિટેન્શન પોલિસી અંતર્ગત નાપાસ કરવાની ફરિયાદોને થઈ છે. જેને લઈને અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા એજ્યુકેશન ઈન્સ્પેકટરોને સ્કૂલોમાં તપાસ કરવાનો આદેશ કરાયો છે. જેમાં ખરેખર સ્કૂલે કેટલા બાળકોને નાપાસ કર્યા છે અને નિયમ મુજબ ફેર પરીક્ષા લીધી છે કે નહીં તે સહિતની વિગતોની તપાસ કરાશે.

