ભરૂચથી આમોદ તરફ આવતી એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અંદાજિત ૧૫ થી ૧૭ લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થયા છે. નેશનલ હાઈવે 64ના તણછા ગામ પાસે અકસ્માતની વાત ફેલાતા લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી તમામ એસટી બસ અકસ્માતમાં નાની મોટી ઇજાઓ પામેલા મુસાફરોને આમોદ રેફરલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. આમોદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

