Home / World : 'We will not give up our freedom', Harvard University files lawsuit against Trump government

'અમે અમારી સ્વતંત્રતા નહીં છોડીએ', Harvard Universityએ ટ્રમ્પ સરકાર સામે કેસ દાખલ કર્યો

'અમે અમારી સ્વતંત્રતા નહીં છોડીએ', Harvard Universityએ ટ્રમ્પ સરકાર સામે કેસ દાખલ કર્યો

Trump Harvard clash : અમેરિકામાં રાષ્ટ્રપમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ 21 એપ્રિલે સરકાર સામે કેસ દાખલ કર્યો છે. અગાઉ ટ્રમ્પ સરકાર હાર્વર્ડ યુનિવર્સિટીને મળતા ફંડિંગ પર રોક લગાવી હતી આટલું જ નહીં તમામ પ્રકારની ગતિવિધિઓ પર સુપરવિઝનની પણ માંગ કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફેડરલ કોર્ટમાં દાખલ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક નિર્ણયો પર નિયંત્રણ હાંસલ કરવા માટે સરકાર દ્વારા ફંડિંગ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારની કાર્યવાહી ફેડરલ કાયદા વિરુદ્ધ છે. 

હાર્વર્ડ યુનિવર્સિટી પર કેમ ભડક્યા છે ટ્રમ્પ?
નોંધનીય છે કે સ ટ્રમ્પનો આરોપ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન પર સરકારની દેખરેખ હોવી જોઈએ, જેના માટે હાર્વર્ડ યુનિવર્સિટી રાજી નથી. ટ્રમ્પે ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે, 'હાર્વર્ડ યુનિર્વસિટી નફરત અને મૂર્ખતા શીખવાડે છે. તેને દુનિયાની સૌથી મહાન યુનિવર્સિટીની યાદીમાં સ્થાન આપવું જોઈએ નહીં, તથા ફંડિંગ પણ ના મળવું જોઈએ.' 

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગાઝાના સમર્થનમાં તથા ઈઝરાયલના વિરોધમાં મોટા પાયે દેખાવો થયા હતા. જે બાદ ટ્રમ્પનું માનવું છે કે આ યુનિવર્સિટી યહૂદીઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે. 

હાર્વર્ડ ટ્રમ્પ સામે ઝૂકવા તૈયાર નથી
ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા જ હાર્વર્ડ યુનિવર્સિટીને ફેડરલ ફંડિંગ બંધ કરી દીધું છે અને યુનિવર્સિટીમાં થતી તમામ પ્રવૃત્તિઓ પર બાહ્ય રાજકીય દેખરેખ લાદવાની વાત કરી છે. આ પાછળનું કારણ આપતાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસ યહૂદી વિરોધી શિબિરો બની ગયા છે અને જો તેમને રોકવામાં નહીં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુનિવર્સિટીના બજેટમાં કાપ મૂકવાની, તેનો કરમુક્ત દરજ્જો સમાપ્ત કરવાની અને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને જોખમમાં મૂકવાની ધમકી આપી હતી. પરંતુ ટ્રમ્પની આ ધમકીઓ સામે, હાર્વર્ડે પણ કડક વલણ અપનાવ્યું છે અને સરકારના નિર્ણય સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે.

 

Related News

Icon