Home / World : Trump's advisory trio, whose one idea shook the entire world's economic system

ટ્રમ્પની સલાહકાર ત્રિપુટી, જેના એક વિચારે એક જ ઝાટકે આખી દુનિયાની આર્થિક વ્યવસ્થાને હચમચાવી નાખી

ટ્રમ્પની સલાહકાર ત્રિપુટી, જેના એક વિચારે એક જ ઝાટકે આખી દુનિયાની આર્થિક વ્યવસ્થાને હચમચાવી નાખી

Trump Tariff Team: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) 70 થી વધુ દેશોને રેસિપ્રોકલ ટેરિફમાંથી (Reciprocal tariff) 90 દિવસની છૂટ આપી છે. પરંતુ ચીનને આ છૂટમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આ કાર્યક્ષેત્રથી દૂર રાખવામાં આવ્યું છે. ચીન પર 125% નો જંગી ટેરિફ લાદવામાં આવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એવામાં એ પ્રશ્ન થાય કે ટ્રમ્પના આ ટેરિફ બોમ્બના વિચાર પાછળ કોણ છે? આમ તો ટ્રમ્પ શરૂઆતથી જ ટેરિફના સમર્થક રહ્યા છે. તેઓ માને છે કે દુનિયાભરના દેશોએ સદીઓથી તેમને લૂંટ્યા છે. પણ હવે અમેરિકા આ અટકાવશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નૈવારો ચીનના વિરોધી અને ટેરિફના આર્કીટેક્ટ

ટેરિફ બોમ્બના પ્લાનને ઘડવામાં સૌથી મોટું નામ પીટર નૈવારોનું(Peter Naivaro) છે. તેઓ આર્થિક બાબતોમાં ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર છે. ટેરિફ અંગે ઈલોન મસ્ક સાથેનો તેમનો વિવાદ ચર્ચામાં રહ્યો છે.

નૈવારોને ચીનના સૌથી મોટા ટીકાકાર માનવામાં આવે છે. તેમણે 2006માં 'China wars' અને 2011માં 'Death by China' નામના બે પુસ્તકો પણ લખ્યા છે. નૈવારોએ 2017 થી 2021 સુધી વ્હાઇટ હાઉસમાં National Trade Councilના ડિરેક્ટર તરીકે સેવા આપી છે. તેઓ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ(America First) નીતિના કટ્ટર સમર્થક છે.

પીટર નૈવારોને ટ્રમ્પની ટેરિફ નીતિઓના આર્કીટેક્ટ માનવામાં આવે છે. તેઓ સંરક્ષણવાદ અને ટેરિફ દ્વારા યુએસ વેપાર ખાધ ઘટાડવાના પક્ષમાં છે. તેમના મત અનુસાર ઊંચા ટેરિફ અમેરિકન ઉત્પાદનને વેગ આપશે અને વિદેશી આયાતને વધુ મોંઘી બનાવીને રોજગારી આપશે.

સ્કોટ બેસન્ટનો અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનો સિદ્ધાંત

રાજકારણમાં જોડાતા પહેલા અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટ(Scott Besant) હેજ ફંડ મેનેજર(Hedge fund manager) હતા. તેમણે જ્યોર્જ સોરોસ (George Soros) સાથે પણ કામ કર્યું છે. 2015 માં, તેમણે પોતાની રોકાણ કંપની KEY સ્ક્વેર ગ્રુપ શરૂ કરી. તેઓ પણ ટ્રમ્પની ટેરિફ નીતિને સમર્થન આપે છે. 

બેસન્ટનું માનવું છે કે ટેરિફ માત્ર વેપારને સંતુલિત નહિ કરે પરંતુ અમેરિકન અર્થતંત્રને પણ વેગ આપશે. બેસન્ટે વૈશ્વિક સ્તરે રેસિપ્રોકલ ટેરિફની જોરદાર હિમાયત કરી અને તેને વાજબી ઠેરવ્યો. ટેરિફને પગલે શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડા પછી, બેસન્ટે કહ્યું હતું કે અમેરિકા મંદીનો સામનો કરશે નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને તેનો ફાયદો થશે.

ટેરિફમાં લુટનિકની ભૂમિકા 

યુએસ વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિક (Howard Lutnick) એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહ્યા છે. તેઓ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કેન્ટોર ફિટ્ઝગેરાલ્ડના(Cantor Fitzgerald) એક્ઝિક્યુટિવ રહી ચૂક્યા છે. તે ટ્રમ્પના લાંબા સમયથી મિત્ર રહ્યા છે અને લુટનિકે તેમના તમામ મોટા નિર્ણયોમાં ભૂમિકા ભજવી છે. તેમને ટ્રમ્પના વફાદાર કહેવામાં આવે છે.

ટ્રમ્પની 'મેક અમેરિકા ગ્રેટ અગેન' નીતિ હેઠળ લુટનિકને ટેરિફના De Facto Face કહેવામાં આવે છે.  તે ટ્રમ્પની ટીમનો ભાગ છે, જેણે ટેરિફ અંગેનો સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો. લુટનિકનો ટેરિફ અંગેનો પ્લાન અન્ય દેશોને અમેરિકન ઉત્પાદનો માટે તેમના બજારો ખોલવા અને વેપાર નીતિઓ બદલવા માટે દબાણ કરવાનો હતો.

લુટનિકે ચીન અને વિયેતનામ જેવા દેશો પર ઊંચા ટેરિફ લાદવાની હિમાયત કરી હતી. તેમનું માનવું છે કે અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર બિલકુલ સંતુલિત નથી, જેને સુધારવાની જરૂર છે. તેઓ ટ્રમ્પની ટેરિફ નીતિના મુખ્ય સમર્થક અને પ્રમોટર રહ્યા છે, જેને તેઓ યુએસ અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી માને છે. 

 

Related News

Icon