અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 26 ટકા ટેરિફના આદેશ બાદ ભારતીય શેરબજારમાં આજે મિનિટોમાં 20 લાખ કરોડનું નુકસાન થયું છે. ભારતીય ઉદ્યોગોમાં મંદીની ભીતિ વર્તાઈ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકા સામે ટ્રેડવૉર ન છેડવાનો નિર્ણય લીધો છે. સરકારે સત્તાવાર ધોરણે મીડિયાને જણાવ્યું હતું કે, ભારત અમેરિકા પર સામો ટેરિફ લાદશે નહીં. અમે દ્વિપક્ષીય વેપાર કરારો પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટેરિફ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્નશીલ છીએ.

