Pakistan's X Account Suspended In India: પહેલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યો છે. આજે ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતે પાકિસ્તાનન સાથેની અત્યંત મહત્ત્વની સિંધુ જળ સંધિ(Indus Water Treaty) પર રોક મૂકી હતી. કાયદાકીય ધોરણે પાકિસ્તાન સરકારનું X હેન્ડલ સસ્પેન્ડ કરવાની માગના પગલે આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ટ્વિટરે જણાવ્યું છે.

