Home / World : This country has started providing Visa on arrival facility for Indians living abroad,

આ દેશે વિદેશમાં વસતા ભારતીયો માટે Visa on arrival સુવિધા કરી શરૂ,  જાણો શું છે નિયમ

આ દેશે વિદેશમાં વસતા ભારતીયો માટે Visa on arrival સુવિધા કરી શરૂ,  જાણો શું છે નિયમ

UAE Visa On Arrival: યુએઈએ ફરવા જવા માગતાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈલ પ્રોગ્રામનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. સિંગાપોર, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, અને કેનેડામાં વસતાં ભારતીયોને પણ યુએઈમાં વિઝા ઓન અરાઈવલ સુવિધા મળશે. યુએઈના એન્ટ્રી પોઈન્ટ્સ પર જે ભારતીયો પાસે આ છ દેશઓના માન્ય વિઝા, PR, કે ગ્રીન કાર્ડ હશે તેઓને વિઝા ઓન અરાઈવલ મળશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુએઈના ઓથોરિટીના ડિરેક્ટર જનરલ સુહૈલ સૈયદ અલ ખૈલીએ  જણાવ્યું હતું કે, અબુધાબી અને નવી દિલ્હી વચ્ચે લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદારીને સંરેખિત ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ સુવિધાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ સુવિધા 16 ફેબ્રુઆરી, 2025થી શરૂ થઈ ચૂકી છે. યુએઈમાં મુસાફરી કરવા, રહેવા તેમજ રોજગારની તકોને આવરી લેવાના હેતુ સાથે ભારતીય નાગરિકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

કોણે મળશે Visa On Arrival

વિઝા ઓન અરાઈવલ પ્રોગ્રામમાં જે ભારતીય પાસે ઓછામાં ઓછી છ મહિનાની મુદ્દત ધરાવતો માન્ય પાસપોર્ટ હશે તેને વિઝા મળશે. આ સિવાય સિંગાપોર, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, કેનેડા, અમેરિકા અને યુરોપિયન દેશો, તથા યુકેના માન્ય વિઝા, PR, ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોને પણ યુએઈના વિઝા ઓન અરાઈવલ મળશે.

વિઝા ફી

યુએઈએ ભારતીય મુસાફરો માટે સામાન્ય વિઝા ફી પર ત્રણ કેટેગરીમાં વિઝા ઓન અરાઈવલ શરૂ કર્યા છે. જેમાં ચાર દિવસના વિઝા માટે અંદાજે રૂ. 2270 (100 દિર્હમ), જ્યારે 14 દિવસની મુસાફરી માટે રૂ. 5670 (250 દિર્હમ) અને 60 દિવસના વિઝા માટે રૂ. 5670 (250 દિર્હમ) વિઝા ફી નિર્ધારિત કરવામાં આવી છે.

 

Related News

Icon