
સુરતના ઉગત વિસ્તારની જાણીતી પંચવટી સોસાયટીના રહીશો આજકાલ એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોસાયટીની બાજુમાં આવેલી ચક્રધર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યાં છે. આ પાણીના કારણે આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના લીધે રહીશોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.
સ્થાનિકોમાં ગુસ્સો
સ્થાનિક રહીશો કહે છે કે તેમણે આ સમસ્યાને લઈને અગાઉ પણ શહેર મહાનગર પાલિકા (સુરત મનપા)માં અનેકવાર ફરિયાદ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી."દુર્ગંધ એટલી તીવ્ર છે કે અમારું ઘરની બહાર જવું તો દૂર રહીયું, ઘરમાં રહેવું પણ અશક્ય બની ગયું છે," એક રહેવાસીએ ગુસ્સાભર્યા અવાજે કહ્યું.
રોગાચાળો ફેલાવીની ભીતિ
બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવાની તકલીફ, મચ્છરોનો ઉપદ્રવ અને બીમારીઓ ફેલાવાની ભીતિ સાથે હવે રહીશોનું ધીરજ તૂટતું જાય છે."અમે સંબંધિત વિભાગને અનેકવાર લેખિતમાં તેમજ ફોન દ્વારા જાણ કરી છે, છતાં કોઈ જવાબદારી લેતું નથી," એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રહિષોઓએ માંગ કરી છે કે તાત્કાલિક ગંદા પાણીની સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય એ માટે ડ્રેનેજ અને પાણીના નિકાસની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.સ્થાનિક કોર્પોરેટરને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે હજુ સુધી કોઈ મેદાનમાં અવલોકન કરવા પણ આવ્યું નથી.