બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પોસ્ટ X પર આ માહિતી આપી છે. મહત્ત્વપૂર્ણ છે કે ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજીને આ પહેલા આમ આદમી પાર્ટીના દંડક-જોઇન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું હતું.

