
Una News: એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીમાં રાજ્યમાં ઘણા સ્થળોએ આગના બનાવો વધ્યા છે. ખેતરો, પેપર મિલ, ફેકટરીમાં આગના કિસ્સા સામે આવી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા ઊના શહેરની બંધ પડેલી સુગર ફેકટરીમાં આજે બપોરના સુમારે અચાનક જ ભીષણ આગ લાગી હતી. જેના લીધે ચારેબાજું ધૂમાડો જોવા મળ્યો હતો. સૂગર ફેકટરી વિસ્તારમાં લાંબા સમયથી સિંહોનો પણ વસવાટ છે. જેથી વન વિભાગ અને વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું.
ઊના શહેરમાં આવેલી બંધ પડેલી સુગર ફેકટરીમાં બપોરના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા ઉડયા હતા. જેથી બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે બંધ પડેલી ફેકટરીની આસપાસ ઝાડીમાં અને ફેકટરીમાં આગ ઓલવવામાં જહેમત ઉઠાવી હતી. જો કે, બંધ રહેલી સૂગર ફેકટરી આસપાસ સિંહોનો વસવાટ હોવાથી વન વિભાગ તેમજ વહીવટી વિભાગ પણ આગ કાબૂ કરવાના પ્રયાસોમાં જોતરાયું હતું. ઊના પીજીવીસીએલનો સ્ટાફ પણ ઘટનાસ્થળે ધોડી આવ્યો હતો. સુગર ફેકટરીના ગોડાઉન સરકારી મગફળીની એકલાખ બાર હજાર ગુણીનો સંગ્ર છે. જોકે ભીષણ આગ છતાં હાલ મગફળીને કોઈ નુકસાન નહિ થયું. આગ ગોડાઉનથી 500 મીટર દૂર છે. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી.
જામનગર જિલ્લામાં પણ આગનો બનાવ
આ ઉપરાંત જામનગર જિલ્લાના નવા ગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસ પાછળ વાહનમાં આગનો બનાવ બન્યો હતો. આગની જાણ થતા મનપા ફાયર ટીમે ઘટનાસ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી. બંધ હાલતમાં પડેલ વાહનોમાં આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા ઉડયા હતા. ઘડીભરતનો આગને લીધે લોકોનાં શ્વાસ થંભી ગયા હતા. જો કે, આ આગને લીધે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ.એક ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.