Home / Gujarat / Gir Somnath : VIDEO: Lions arrive in Jasraj Nagar of Una city in search of prey

VIDEO: ઉના શહેરના જસરાજ નગરમાં સિંહો શિકારની શોધમાં પહોંચ્યા, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

ગુજરાતના ઉના શહેરના રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણ સમયથી સિંહોની અવર-જવર વધી છે. મળતા અહેવાલ પ્રમાણે ઉનાની બંધ પડેલી શુગર ફેક્ટરીને સિંહોએ કાયમી ઘર બનાવી દીધું છે. મળતા અહેવાલ પ્રમાણે મોડી રાત્રે શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવ્યા હતા. પરોઢીયે 4 વાગ્યાની આસપાસ ઉનાના જસરાજ નગરના ગરબી ચોકમાં સિંહો લટાર નારી રહ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સિંહો શિકારની શોધમાં પહોંચ્યા

સિંહોના આવવાથી ત્યા બેસેલી ગાયોમાં ભાગદોડ મચી ગઈ છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા.  તો બીજી તરફ એ પણ પ્રશન્ થાય છે કે   સિંહોનું શહેરી વિસ્તાર નજીક રહેવું લોકો માટે કેટલું હિતાવહ...? સિંહો શા માટે જંગલોમાં નથી રહેતા એ એક મોટો સવાલ...?

Related News

Icon