
ગુજરાતના પાટડીમાં 6 મહિના પહેલા ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 2 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો, આ દુર્ઘટનામાં બેદરકારી દાખવનાર ચીફ ઓફિસર છેલ્લા ઘણા મહિનાથી ફરાર હતો. ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા.
ભાગેડુ ચીફ ઓફિસર મોસમ પટેલ ઝડપાયો
તો બીજી તરફ ભાગેડુ ચીફ ઓફિસર મોસમ પટેલ ઝડપાયો હતો. ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી માસમાં સેફટીના સાધનો વગર સફાઈ માટે 2 કર્મચારીઓને કૂવામાં ઉતારવામાં આવ્યા હતા. કૂવામાં ગેસ ગળતરની ઘટના સર્જાઈ હતી અને બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા.
મૃતકના પરિવારે પોલીસ મથકે ગુનો નોંધવા લેખિત ફરિયાદ કરી
બંને કર્મચારીઓના ગેસ ગળતરથી મોતના મામલે પરિવારજન બળદેવભાઈ પાટડીયાએ પાટડી પોલીસ મથકે ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ, સેનેટરી ઈન્સ્પેક્ટર હર્ષદભાઈ અને મુખ્ય કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ સામે સેફટીના સાધનો પુરા નહીં પાડી બેદરકારી દાખવતા બંને કર્મચારીઓના મોત નીપજ્યા હોવાની લેખિત ફરિયાદ પાટડી પોલીસ મથકે કરી હતી અને તમામ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.