સરકારે વિધાનસભામાં જાહેરાત કરીને 2022માં રાજ્યની સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો હતો. જે સાથે 7 યુનિવર્સિટીઓને સરકારના ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી હતી અને આ યુનિવર્સિટીઓ પોતાના કોર્સની ફી પોતે નક્કી કરતી હતી. આ દરમિયાન સ્ટેટસની 3 વર્ષની મુદત ગત ડિસેમ્બરમાં પુરી થયા બાદ સરકારે સંસ્થાઓ પાસેથી નવા સ્ટેટસ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં 11 સંસ્થાએ અરજી કરી હતી અને એક અરજી પરત થયા બાદ અગાઉની સાત અને વધારાની ત્રણ સહિત 10 યુનિવર્સિટીઓને પાંચ વર્ષ માટે સેન્ટર ઓફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે. આ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ કોર્સમાં 2025-26ની ફી નક્કી કરવામાં આવી છે અને સરકારે મંજૂર કરી દીધી છે.

