VIDEO: મહેસાણા જિલ્લામાં આવેલા જાણીતા યાત્રાધામ ઊંઝામાં ઐઠોર-અરણીપુરા રોડ પર આવેલી ખાનગી કેમિકલની ફેકટરીમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને લીધે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. જેને લઈ આસપાસમાં ભયનો માહોલ છવાયો હતો. ખાનગી કેમિકલ ફેકટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. આગ અંગેની ફાયર બ્રિગેડને થતા ઊંઝા અને મહેસાણાના ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે જઈ ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

