
ગુજરાતના રાજકોટના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા સામે એસ્ટ્રોસિટી સહિતની બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ઢાંક ગામના ભારત લુસણિયાએ વિવાદસ્પદ નિવેદન આપ્યા બાદ આ ફરિયાદ નોંધવામાં આવી છે. વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં રહેતા ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે આ ફરિયાદ નોંધાઈ છે. ફ
અનુસુચિત જાતિનું અપમાન થાય તેવું નિવેદન આપ્યું
રિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનુસુચિત જાતિનું અપમાન થાય તેવું નિવેદન સોશિયલ મિડિયા માધ્યમ દ્વારા આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં સતત પોસ્ટ નાખીને ચર્ચામાં રહેનાર બન્નીએ અપમાનજનક વિડિયો અપલોડ કર્યો છે. તે મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.