USએ રવિવારે સવારે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. યુએસ એરફોર્સ B2 બોમ્બરોએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર બોમ્બ ફેંક્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને 'સંપૂર્ણપણે સફળ' ગણાવ્યા છે, જ્યારે ઈરાન કહે છે કે તેના પરમાણુ સ્થળો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને રેડિયેશન લીક થવાનો કોઈ ભય નથી.

