Sensex today: છેલ્લા એક કલાકમાં ખરીદીને કારણે બજાર વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું. અમેરિકામાં મંદીની આશંકા ઓછી થવાને કારણે આઇટી શેરોમાં વધારો થયો હતો અને યુએસ ડોલર નબળા પડવાના કારણે મેટલ શેરોમાં વધારો થયો હતો, જેના કારણે બજાર સકારાત્મક વલણ સાથે બંધ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) અને ભારતી એરટેલના શેરમાં થયેલા વધારાથી પણ બજારને ટેકો મળ્યો.ભારતીય શેરબજાર હાલ કઇ દીશામાં આગળ વધવું એ અંગે મુંઝવણમાં છે. સોમવારે ભલે સેન્સેકસે સાડા ચાર વર્ષની સૌથી મોટી છલાંગ મારી અને ડિફેન્સ કંપનીઓના શેરોની તેજી પૂરબહારમાં છે. છતાં શેરબજારમાં હજુપણ અનિશ્ચિતતાનો માહોલ છે.

