ચાલુ એપ્રિલ મહિનામાં જગત જમાદાર બની બેઠેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટેરિફ લાગુ કર્યા પછીથી અમેરિકી બજાર સહિત દુનિયાભરના બજારમાં હોબાળો મચી ગયો છે. આ દરમ્યાન મૂડીઝે ભારતના ઈકોનોમી ગ્રોથ દરનું અનુમાન વર્ષ-2025 માટે ઘટાડી દીધું. મૂડીઝે ઘટાડીને 6.4 ટકાથી 6.1 ટકા કર્યું છે. મૂડીઝે આ કાપ ટેરિફના પ્રભાવને ધ્યાનમાં રાખીને કર્યું છે.

