
અમેરિકામાં ભારતીય મૂળનો નાગરિક ઇમિગ્રેશન વિઝા ફ્રોડમાં દોષિત ઠર્યો છે. તેણે અમેરિકાના વિવિધ રાજ્યોમાં બનાવટી લૂંટ કરી હતી, જેથી તેનો ભોગ બનેલાઓને અમેરિકન સિટિઝનશિપ મેળવવામાં મદદ મળે. ન્યૂયોર્કમાં વસતા મૂળ ગુજરાતી એવા રામભાઈ પટેલને બોસ્ટનના યુએસ ડિસ્ટ્રિક્ટ જજે વિઝા ફ્રોડ માટે દોષિત ઠેરવ્યા હતા. તેને 20 ઓગસ્ટે સજા આપવામાં આવશે.
યુએસ ફેડરલ પ્રોસીક્યુટર્સના જણાવ્યા મુજબ પટેલ અને તેની સાથેના સહ કાવતરાખોરે કન્વીનિયન્સ સ્ટોર્સ અને રેસ્ટોરાંમાં કુલ નવ બનાવટી લૂંટ કરી હતી. તેમા પાંચ મેસેચ્યુસેટ્સમાં કરી હતી, તેનો પ્રારંભ માર્ચ 2023માં થયો હતો. તેમની આ લૂંટનો હેતુ એવો હતો કે સ્ટોર પરના ક્લાર્કની નજર સામે જાણે આખો સ્ટોર લૂંટી લેવામાં આવ્યો છે તેવી સ્થિતિ ઊભી કરતા હતા. આ માટે જંગી વળતર પણ લેતા હતા. ક્લાર્કને બનાવટી ઇજા પણ પહોંચાડતા હતા.
સર્વેલન્સના ફૂટેજમાં દેખાય છે કે બનાવટી લૂંટારુ શસ્ત્ર વડે રોકડ લૂટી જાય છે અને ઘટનાસ્થળેથી ભાગી જાય છે. તેના પીડિતોએ પટેલને એક જ વખતના 20,000 ડોલર ચૂકવ્યા હોવાનું કહેવાય, છે. પટેલે જણાવ્યું હતું કે પીડિતે એક કેસમાં તો તેને પાંચ હજાર ડોલરની ઓફર કરી હતી. આ પ્રકારની બનાવટી લૂંટના આધારે બે જણાએ તો યુએસ વિઝા માટે અરજી પણ કરી દીધી હતી. પટેલ પર ડિસેમ્બર 2023માં આરોપ મૂકવામાં આવ્યો હતો.
તેના સહ કાવતરાખોર તરીકે કોઈ સિંઘને ઓળખી કાઢવામાં આવ્યો છે અને તેના પરની કાર્યવાહી ૨૨મી મેએ થશે. પટેલ અને સિંઘને મહત્તમ અઢી લાખ ડોલરનો દંડ અને પાંચ વર્ષની સજા થઈ શકે છે. આ ઉપરાંત તેને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ત્રણ વર્ષની સુપરવાઈઝડ સજા થઈ છે. સજા પૂરી થયા પછી પટેલને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે. આ કેસની તપાસ એફબીઆઈ અને યુએસ ઇમિગ્રેશન સર્વિસિસ સહિત અનેક એજન્સીઓએ ભેગા મળીને કરી હતી.