
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે સાબરકાંઠા( Sabarkantha) જિલ્લામાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે કાળઝાળ ગરમીમાં કામ કરનાર 25 વર્ષના શ્રમિકનું મોત નિપજ્યું છે. શ્રમ વિભાગ દ્વારા બપોરે બાર થી ચાર કલાક સુધી કામ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શ્રમિકના મોત બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
કોન્ટ્રાક્ટરો આ આદેશને ગણકારી રહ્યા નથી
સરકારના આદેશને કોન્ટ્રાક્ટરો ગણકારી રહ્યા નથી. ભર બપોરે જાહેરનામાને અવગણીને કોન્ટ્રાક્ટરો શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં કામ કરતા શ્રમિકનું મોત નિપજ્યું છે.
વડાલીમાં ચાલી રહ્યું છે રેલ્વેલાઈનનું કામ
સાબરકાંઠાના વડાલીમાં રેલ્વે લાઈનનું કામ ચાલી રહ્યું છે. આ કામ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે. તો બીજી તરફ શ્રમિકનો મોત બાદ ભારે હોબાળો પણ મચ્યો છે.