
Vadodara News: વડોદરામાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરાના સાવલી મેવલી રોડ પર પસાર થતાં ટ્રકે રીક્ષાને અડફેટે લેતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, સાવલીના ભમ્મર-ઘોડા ગામે મેલડી માતાના દર્શન કરીને રીક્ષા રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. એવામાં રીક્ષા ટ્રકની અડફેટે આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના કરુણ મોત થયા હતા. અકસ્માતમાં ગિરવતભાઈ અને જશપાલસિંહ સોલંકીના ઘટના સ્થળે મોત થયાં હતા જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રકનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત
વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળાં દોડી આવ્યા હતા. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.