Home / Gujarat / Vadodara : POCSO court sentences rape accused in Savli to life imprisonment

Vadodara News: સાવલીમાં દુષ્કર્મના આરોપીને POCSO કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Vadodara News: સાવલીમાં દુષ્કર્મના આરોપીને POCSO કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Vadodara News: વડોદરામાં દુષ્કર્મના આરોપીને આખરે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. વડોદરા જિલ્લાના સાવલીમાં પોક્સો કોર્ટ દ્વારા સગીરા સાથે દુષ્કર્મના આરોપીને આજીવન સખત કેદની સજા અને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાઘોડિયા પોલીસ મથકે સન 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. વાઘોડિયા પોલીસે આરોપી છોટાઉદેપુરનો રહેવાસી કૌશિક બીપીનભાઈ તડવી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આરોપીએ સગીરાને લલચાવી ભગાડીને રાધનપુર તથા ભુજ ખાતે લઈ જઈ બે મહિના સુધી ગેરકાયદેસર ગોંધી રાખી હતી અને પોતે પરણિત હોવા છતાંય પોતાની પત્ની અને બાળકોને સાથે રહેતો હતો, તથા સગીરાને પણ પોતાની સાથે રાખી દુષ્કર્મ આચરતો હતો. સાવલી પોકસો કોર્ટના જજ જે.એ. ઠક્કરે આરોપીને કસૂરવાર ઠેરવીને આજીવન કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ સુધી જીવે ત્યાં સુધીની સખત કેદની સજાનો હુકમ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે જિલ્લા લીગલ ઓથોરિટીને પીડિતાના પરિવારને વિક્ટિમ કોમ્પનસેશન સ્કીમ મુજબ ચાર લાખની સહાય ચૂકવવા ભલામણ કરી છે.

Related News

Icon