Vadodara News: ગુજરાતમાંથી સતત મારમારીની ઘટનાઓ સામે આવી રહી છે એવામા વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં જમાઈએ સસરા પર હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ધવલ નામના જમાઈએ સસરા પર હુમલો કર્યો હતો. તેમજ ટોળકી સાથે આવી સસરા જગદીશ ભાઈને ફટકા મારીને ફરાર થઇ ગયો હતો.
પારિવારિક ઝગડો મારામારી સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઘરની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થયો હતો. તેમજ સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ઈજાગ્રસ્ત સસરાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દીકરીનો જમાઈ સાથે ઝઘડો થયો હતો. દીકરી પરત સાસરીમાં ન આવતા જમાઈએ બદલો લેવા સસરાને માર માર્યો હોવાની માહિતી મળી રહી છે.