
Vadodara news: વડોદરા જિલ્લાના નંદેસરીમાં કોંગ્રેસ નેતાનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલને ફરિયાદી યુવતી સાથે સંબંધ હતો. જેમાં યુવતી સાથે બે વર્ષથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેના પગલે ફરિયાદી યુવતીને ગર્ભ રહી જતા બળજબરીથી આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. જે બાદ આ યુવતીએ કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ 14મેના રોજ નંદેસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપી 10 દિવસથી ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના નંદેસરીમાં યુવતી પર દુષ્કર્મ આચરવાના અને ગર્ભપાત કરવાના આરોપસર કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ છેલ્લા 10 દિવસથી ફરાર છે. આણંદની ખાનગી હોસ્પિટલમાં યુવતીને બળજબરીથી ગર્ભપાત કરાવી દેવાનો કોંગ્રેસ નેતાના પુત્ર સામે આરોપસર ફરિયાદી યુવતીએ ગત 14મેના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવતીએ આરોપ મૂક્યો હતો. કે અનિરુદ્ધસિંહ ગોહિલે તેની સાથે છેલ્લા બે વર્ષથી શારીરિક સંબંધ બાધ્યા હતા. જે બાદ તેને ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. જેના પગલે આરોપી અનિરુદ્ધ ગોહિલ સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી પીડિત યુવતીનું મેડિકલ ચેક-અપ પણ કરવામાં આવ્યું છે. જે બાદ નંદેસરી પોલીસે તેના ત્રણ મિત્રો અને સ્વજનોની પણ પૂછપરછ કરી છે. હવે પોલીસની ત્રણ ટીમો અનિરુદ્ધસિંહ ગોહિલને શોધવા કામે લાગી છે. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર થાય છે.