Vadodara News: વડોદરા શહેરમાં ફરી નકલી ફાયર એનઓસી વાયરલ થઈ રહી છે. શહેરના હરણી રોડ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની નકલી એનોસી વાયરલ થઈ રહી છે. જેને પગલે ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. વાયરલ થયેલી NOCમાં અધિકારીઓની નકલી સહી કરવામાં આવી હતી. આ કારસ્તાન કયા ભેજાબાજોનું છે તે ચર્ચાનો વિષય બની રહ્યું છે. ફાયર એનઓસીનું મોટું કૌંભાડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

