Home / Gujarat / Vadodara : 5 members of a gang that was robbing people in various ways were arrested

Vadodaraમાં હાઈવે પર એનકેન પ્રકારે લોકોને લૂંટતી ગેંગના 5 સભ્યો ઝડપાયા, 1ફરાર

Vadodaraમાં હાઈવે પર એનકેન પ્રકારે લોકોને લૂંટતી ગેંગના 5 સભ્યો ઝડપાયા, 1ફરાર

Vadodara News: વડોદરાની આસપાસ હાઇવે પર વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના 5 સાગરીત ઝડપાયા છે જ્યારે એક શખ્સ હજુ ફરાર છે. વડોદરા શહેરની આસપાસ હાઈવે ઉપર રાહદારીઓ તેમજ વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના પાંચ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વડોદરા શહેરમાં છાણી હાઇવે ઉપર ગત રાતે મહારાષ્ટ્રથી રાજકોટ જઈ રહેલી કપાસ ભરેલી ટ્રકના ડ્રાઇવર તેમજ ક્લીનરને એક્સિડન્ટ કર કે ક્યુ ભાગા.. તેમ કહી ચપ્પુ બતાવી રોકડા રૂ.4,500 અને 2 મોબાઈલ લૂંટી લેનાર ગેંગની સામે છાણી પોલીસે ગુનો નોંધ્યો હતો.‌ પોલીસે બનાવ બાદ જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ સર્વેન્સના આધારે તપાસ કરી હતી. તેમજ વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ગુનેગારોએ બનાવેલી ગેંગની વિગતો બહાર આવતા પોલીસે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

જેમાં દુમાડ વિસ્તારના પ્રતીક ચૌહાણ, સમીર ઠાકોર, મૌલિક પરમાર, શુભમ ચૌહાણ અને ધવલ પગીને ઝડપી લીધા છે. જ્યારે તેમનો એક સાગરીત ફરાર થઈ છે. પોલીસે પોલીસે તેમની પાસેથી બે મોટર સાયકલ, એક સ્કૂટર, લુટેલા ત્રણ મોબાઇલ, ચપ્પુ તેમજ અન્ય મત્તા કબ્જે કરી પૂછપરછ કરતા એક જ રાતમાં ટ્રક ડ્રાઇવર ક્લીનર ઉપરાંત હાઈવે પર બે વ્યક્તિના મોબાઈલ લૂંટ્યા હોવાની વિગતો બહાર આવી હતી. ટોળકી દ્વારા વડોદરામાં અગાઉ પણ આ પ્રકારના ગુનાઓ આચારવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે જેથી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઇ છે.

Related News

Icon