
Vadodara News: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થયા બાદ તંત્ર હવે જાગ્યું છે. એવામાં જુનાગઢમાં જર્જરિત હાલતમાં આવેલો બ્રિજ પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે. જુનાગઢ માંગરોળ તાલુકાના સામરડાથી માધવપુર ઘેડ તરફનાં રસ્તા ઉપર આવતી સાબલી નદી પરનો પુલ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તંત્ર હવે જાગ્યું છે.
જુના જર્જરિત હાલતમાં આવેલા પુલ પરથી રસ્તાઓ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હવે લોકોને માધવપુર જવા માટે ૧૫ કીલોમીટર જેટલું ફરીને જવું પડશે. સામરડા ગામથી માધવપુર ૮ કીલોમીટર જેટલું થતું હોવાનો અંદાજ છે. પરંતુ હવે આ સાબલી નદી પરનો પુલ બંધ કરાતા અહીંના લોકોને ૧૫ કીલોમીટર સુધી ફરીને જવું પડશે.