
આઝાદીના ૭૭ વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાનું સામરઘાટ ગામ વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આજના ટેકનોલોજી યુગમાં જ્યાં શહેરો સ્માર્ટ બની રહ્યાં છે, ત્યાં આ ગામનાં રહીશો અંધારાંમાં જીવન જીવવામાં મજબૂર બન્યા છે.ગામમાં વીજળી ન હોવાને કારણે રાત્રિના સમયે પૂરા ગામમાં અંધારાંનું સામ્રાજ્ય જોવા મળે છે. બાળકોને અભ્યાસ કરવો મુશ્કેલ છે, મહિલાઓએ રસોઈ તેમજ ઘરકામ અંધારાંમાં કરવું પડે છે અને વૃદ્ધો તથા બીમાર લોકો આરામથી જીવન જીવી શકતા નથી