
રાજ્યના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નવાપુરા સ્ટેશન પાસે 17 વર્ષના કિશોરનો ત્રણ યુવાનો સાથે ઝઘડો થયા બાદ યુવાનોએ ધમકી આપી હતી. જેના પગલે કિશોરે ઘરમાં બધા ઊંઘી ગયા ત્યારે ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે આત્મહત્યા માટે પ્રેરણા આપવા બદલ ત્રણ યુવાનો સામે ગુનો નોંધાયો છે.
કિશોરે યુવાનની મસ્તી કરી હતી
નવા કનોડા ગામમાં રહેતા જગદીશસિંહ લક્ષ્મણસિંહ પરમારે દાજીપુરા ગામમાં રહેતા કરણસિંહ લક્ષ્મણસિંહ પરમાર, હરેશસિંહ નટવરસિંહ પરમાર અને સચિન નટવરસિંહ પરમાર સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
ત્રણેય યુવાનોએ ઉશ્કેરાઈને માર માર્યો હતો.
કિશોરે એક યુવાનની મશ્કરી કરી હતી. ત્યાર બાદ ત્રણેય શખ્સોએ કિશોરને માર માર્યો હતો અને ધમકી આપી હતી તારે મરવું હોય તો મરી જજે જો હવે તે મારી મશ્કરી કરી છે તો તારી પર હું કાર ચઢાવી દઈશ. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કિશોરે ગભરાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.