વૈભવ સૂર્યવંશીએ પટણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એરપોર્ટ પર મુલાકાત કરી હતી. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે સારી રમત રમી હતી. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે જ વૈભવ IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો હતો.

