Valsad news: વલસાડ શહેરમાં આવેલા વાઘેલધારા વિસ્તારમાં આવેલી ખરેરા નદી પર ધસમસતા પાણીના પ્રવાહમાં સ્કૂલ વર્ધી વાન ડ્રાયવર સાથે તણાઈ ગઈ હતી. જેને લઈ આસપાસના પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ટીમ ઘટનાસ્થળે હાજર રહી ત્યારે એનડીઆરએફ અને તરવૈયાઓ દ્વારા રૅસ્ક્યૂ હાથ ધર્યું હતું.

