ગુજરાતના વલસાડના વાઘલધરા ગામે ગતરોજ ખરેડી નદીના વહેણમાં તણાઈ ગયેલી સ્કૂલવાન આજે 24 કલાક બાદ નદીમાંથી મળી આવી હતી. જેમાં વાન ચાલક નાસીર જમાલભાઈ શેખનો મૃતદેહ પણ ગાડીની અંદર મળી આવ્યો હતો.
નાસીર જમાલભાઈ શેખનો મૃતદેહ પણ ગાડીની અંદર મળી આવ્યો
ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોટમ માટે ડુંગરી ખાતે PHC ખાતે લઈ જવામાં આવ્યો હતો. NDRFની ટીમે આજે બપોરે નદીના કોઝવેથી અંદાજીત 50 મીટર દૂર આ સ્કૂલ વાનને શોધી કાઢી હતી. મળતા અહેવાલ પ્રમાણે આ વાન નદીના ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હોવાથી તેને JCBની મદદથી દોરડા બાંધીને બહાર કાઢવામાં આવી હતી. પરિવારના મોભીનું અકાળે નિધન થતાં સમગ્ર પરિવારમાં કલ્પાંત થયો હતો અને શોકનું મોજું ફેરવાયું હતું