
Ahmedabad Plane Crash: અમદાવાદ શહેરના એરપોર્ટની નજીક ગુરુવારે બપોરે 1.40 મિનિટે લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.એરપોર્ટથી વિમાન ઉડયાને ગણતરીની મિનિટોમાં જ વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. એર ઈન્ડિયાના આ વિમાને બપોરે 1.39 મિનિટે ઉડાન ભરી હતી, જેમાં કેપ્ટન સુમીત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસયલ કલાઈવ કુંડારની આગેવાનીમાં બે પાયલોટ અને 10 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા.
મળતી માહિતી અનુસાર, વિમાન ઉડયાના તરત 'મેડે કોલ' આપવામાં આવ્યો, પરંતુ એટીસી આગળનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું. આ વિમાન એરપોર્ટની બહાર મેઘાણીનગરની પાસે જ તૂટી પડયું હતું. જયાં કાળા ધૂમાડા નજરે આવી રહ્યા હતા.
રેલવે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચલાવશે
ગુજરાતમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે ભારતીય રેલવે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. અમદાવાદથી દિલ્હી જવા 23.30 વાગ્યે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચાલશે. જ્યારે અમદાવાદથી મુંબઈ જવા રાત્રે 12 વાગ્યે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ઉપડવાની છે. આ સ્પેશિયલ વંદે ભારત ટ્રેનોથી અમદાવાદમાં ફસાયેલા લોકોને કાઢવામાં મદદ મળશે.