Home / Gujarat / Ahmedabad : Sabarmati-Veraval Vande Bharat and Valsad-Dahod Express trains

સાબરમતી-વેરાવળ વંદે ભારત અને વલસાડ- દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું આવતીકાલે વર્ચ્યુઅલ લોકાર્પણ કરી PM મોદી આપશે લીલી ઝંડી

સાબરમતી-વેરાવળ વંદે ભારત અને વલસાડ- દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું  આવતીકાલે વર્ચ્યુઅલ લોકાર્પણ કરી PM મોદી આપશે લીલી ઝંડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 26મે ના રોજ દાહોદથી નવી વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ - દાહોદ એક્સપ્રેસ ટ્રેન સેવાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરી લીલી ઝંડી આપશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલ માહિતી અનુસાર, ટ્રેન નં. 26901 સાબરમતી - વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે થી શરૂ થશે. આ ટ્રેન સાબરમતીથી 05:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે અને ગુરુવાર સિવાય બધા દિવસે ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે થી શરૂ થશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ટ્રેન વેરાવળથી 14:40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21:35 વાગ્યે સાબરમતી પહોંચશે અને ગુરુવાર સિવાય બધા દિવસે ચાલશે. ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારનો સમાવેશ થાય છે.

વલસાડ અને દાહોદ વચ્ચે એક નવી ડેઇલી એક્સપ્રેસ ટ્રેન દોડશે 

પશ્ચિમ રેલ્વે વલસાડ અને દાહોદ વચ્ચે એક નવી ડેઇલી એક્સપ્રેસ પણ શરૂ કરશે, જેથી આ બંને વિસ્તારોના લોકોની માંગણી પૂર્ણ થશે. ટ્રેન નં. 09011 વલસાડ - દાહોદ સુપરફાસ્ટ સ્પેશિયલ 26 મે ના રોજ વલસાડથી 11:30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 5:25 વાગ્યે દાહોદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બીલીમોરા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ કરજણ, વડોદરા, સમલયા, ડેરોલ, ગોધરા, પીપલોદ અને લીમખેડા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ડ ક્લાસ સીટિંગ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. ટ્રેન નં. 19012 વલસાડ-દાહોદ એક્સપ્રેસ 27 મે થી નિયમિત દોડશે. આ ટ્રેન વલસાડથી 5:15 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11:05 વાગ્યે દાહોદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 19012 દાહોદ - વલસાડ એક્સપ્રેસ 27 મે થી તેની નિયમિત દોડશે. આ ટ્રેન દાહોદથી 11:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 20:05 વાગ્યે વલસાડ પહોંચશે. આ ટ્રેનો માર્ગમાં બીલીમોરા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ કરજણ, વડોદરા, સમલાયા, ડેરોલ, ગોધરા, પીપલોદ અને લીમખેડા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ડ ક્લાસ સીટિંગ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

 ટ્રેન નંબર 26901/26902 માટે બુકિંગ 25 મે થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09011 / 19011 / 19012નું બુકિંગ 25 મે થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. સ્ટોપના સમય  સહિતની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીધામ વચ્ચે તેજસ સુપરફાસ્ટ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન દોડાવાશે 

આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીધામ વચ્ચે તેજસ સુપરફાસ્ટ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન ચલાવશે.ટ્રેન નંબર 09017 અને 09018 માટે બુકિંગ આજે 25મે થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેન નંબર 09017 તેજસ સુપરફાસ્ટ સ્પેશિયલ વિકલી 2 જુનથી 30 જૂન સુધી  મુંબઈ સેન્ટ્રલથી સોમવારે 23 :20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12:55 કલાકે  ગાંધીધામ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 01918 તેજસ સુપરફાસ્ટ સ્પેશિયલ વિકલી 03 જૂનથી 1 જુલાઈ સુધી ગુરુવારે 18: 55 કલાકે ગાંધીધામથી ઉપડશે. અને બીજા દિવસે 7:30  કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. આ ટ્રેનો બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સામખીયાળી અને ભચાઉ સ્ટેશન ઉભી રહેશે. આ ટ્રેનોનું બુકિંગ 25 મેથી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર થશે

Related News

Icon