
વરુણ ધવન (Varun Dhawan) આજે બોલિવૂડમાં એક મોટા અભિનેતા તરીકે જાણીતો છે. ભલે વરુણની ફિલ્મોને તેવો પ્રતિસાદ મળતો નથી જે તેને મળવો જોઈએ, તેમ છતાં તે મોટા પ્રોજેક્ટ્સનો ભાગ છે. જોકે, વરુણનું વ્યક્તિત્વ એક એવા અભિનેતા જેવું છે જે વધારે સફળતા નથી મેળવી શક્યો. પરંતુ તેની કારકિર્દીની શરૂઆતમાં વરુણને ઘણી હિટ ફિલ્મો મળી છે.
વરુણ ધવન (Varun Dhawan) આજે ઇન્ડસ્ટ્રીમાં સફળ અભિનેતા તરીકે નથી જોવામાં આવતો, પરંતુ તેણે કંઈક એવું કર્યું છે જે તેને મેગા સ્ટાર્સ શાહરુખ અને સલમાન ખાનથી આગળ રાખે છે. આજે (24 એપ્રિલ) વરુણનો જન્મદિવસ છે, તો ચાલો તમને જણાવીએ કે વરુણ (Varun Dhawan) એ કઈ રીતે શાહરૂખ અને સલમાનને પાછળ છોડ્યા છે.
'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી ડેબ્યુ કર્યું
વરુણ ધવન (Varun Dhawan) એ 2012માં ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મથી ફક્ત તેણે જ નહીં, પરંતુ આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે આલિયા સુપરસ્ટાર છે અને સિદ્ધાર્થનું કરિયર પણ સારું ચાલી રહ્યું છે. જ્યારે વરુણ એક ફ્લોપ અભિનેતા તરીકે જોવામાં આવે છે. તેની પાછલી કેટલીક ફિલ્મોમાં વાર્તાનો અભાવ હતો એટલું જ નહીં, પરંતુ તેના પાત્રોમાં પણ કોઈ ઊંડાણ નહોતું. પરંતુ, બીજી બાજુ, બોક્સ ઓફિસના આંકડાઓની વાત કરીએ તો, વરુણે તેની કારકિર્દીના પહેલા 7 વર્ષોમાં સતત હિટ ફિલ્મો આપી છે.
શાહરૂખ કે સલમાન બંનેમાંથી કોઈ તે કરી શક્યા નહીં
શાહરૂખ કે સલમાન પણ આ કામ નથી કરી શક્યા. બંને કલાકારોએ તેમના કરિયરના શરૂઆતના તબક્કામાં ઘણી ફ્લોપ ફિલ્મો આપી હતી, પરંતુ વરુણ સાથે આવું નથી. તેની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર', જે 59 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, તેણે બોક્સ ઓફિસ પર 70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી આવેલી ફિલ્મ, 'મેં તેરા હીરો' જે 29 કરોડ રૂપિયામાં બની હતી, તેણે 50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પછી 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'બદલાપુર', 'ABCD 2; આવી, ત્રણેય ફિલ્મો હિટ રહી. આ પછી 'દિલવાલે', 'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'જુડવા 2', 'ઓક્ટોબર' અને 'સુઈ ધાગા' જેવી ફિલ્મો પણ હિટ રહી હતી.
વરુણ (Varun Dhawan) ના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ કલંક હતી, જે 150 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બની હતી. આ ફિલ્મ ધર્માનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને તેમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, વરુણ ધવન, કુણાલ ખેમુ અને કિયારા અડવાણી સહિતની મોટી સ્ટારકાસ્ટ હતી. જોકે, નબળી વાર્તા અને આર્ટીફીશીયલ સેટ પીસને કારણે, લોકોને આ ફિલ્મ બિલકુલ પસંદ ન આવી.