સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા B.Sc. છઠ્ઠા સેમેસ્ટરના Industrial Microbiology વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલેથી લઈ લેવાતાં માઇક્રોબાયોલોજીના લગભગ 700 વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

