Home / Lifestyle / Recipes : Make vegetable pancake with this recipe

Recipe / બ્રેકફાસ્ટમાં કંઈક હેલ્ધી ખાવું છે? તો આ સરળ રીતે બનાવી લો Vegetable Pancake

Recipe / બ્રેકફાસ્ટમાં કંઈક હેલ્ધી ખાવું છે? તો આ સરળ રીતે બનાવી લો Vegetable Pancake

નાસ્તામાં ઘણી હેલ્ધી વસ્તુઓ બનાવી શકાય છે, પરંતુ લોકો ક્યારેક એક જેવો જ નાસ્તો ખાઈને કંટાળી જાય છે અને કંઈક અલગ ખાવાની માંગ કરે છે. આવી સ્થિતિમાં નવું શું બનાવવું તે મૂંઝવણ થાય છે. જો તમે પણ આ મૂંઝવણમાં છો, તો આ લેખમાં અમે તમને વેજીટેબલ પેનકેક (Vegetable Pancake) બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમે તેને ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે ઘણી બધી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તે હેલ્ધી પણ છે. ચાલો તમને તેની રેસીપી જણાવી દઈએ.

સામગ્રી

  • અડધો કપ બારીક સમારેલા બટાકા
  • અડધો કપ બારીક સમારેલા ગાજર
  • અડધો કપ બારીક સમારેલી કોબી
  • અડધો કપ બારીક સમારેલા કેપ્સિકમ
  • અડધો કપ બારીક સમારેલી ડુંગળી
  • બેથી ત્રણ બારીક સમારેલા લીલા મરચા
  • તાજી કોથમરી
  • અડધી ચમચી કાળા મરીનો પાવડર
  • બેથી ત્રણ ચપટી હળદર પાવડર
  • અડધી ચમચી ધાણા પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ચાર ચમચી ચણાનો લોટ
  • ચાર ચમચી ચોખાનો લોટ
  • જરૂર મુજબ પાણી

બનાવવાની રીત

  • વેજીટેબલ પેનકેક (Vegetable Pancake) બનાવવા માટે, સૌથી પહેલા બધી શાકભાજીને એક મોટા બાઉલમાં કાઢી લો.
  • હવે તેમાં લીલા મરચા, કોથમરી અને બધા મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • હવે તેમાં ચણાનો લોટ  અને ચોખાનો લોટ ઉમેરો અને તેને પાણી સાથે મિક્સ કરીને જાડું બેટર તૈયાર કરો.
  • આ પછી તવાને ગરમ કરો અને પછી થોડું બેટર લો અને તેને ગરમ તવા પર સરખી રીતે ફેલાવો.
  • પેનકેક કદમાં નાના હોય છે તેથી બેટરને વધુ ફેલાવશો નહીં.
  • હવે બંને બાજુ તેલ અથવા ઘી લગાવો અને રાંધો.
  • જ્યારે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લો.
  • પેનકેક બની જાય પછી તેને ચટણી સાથે સર્વ કરો.
Related News

Icon