ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેથી આની સીધી અસર ઉનાળુ શાકભાજીમાં જોવા મળી રહી છે. જેમ જેમ ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તેમ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. શિયાળામાં ઠંડી સિઝનમાં જે શાકભાજી સસ્તામાં મળતા હતા. તે અને અન્ય શાકભાજીમાં એપ્રિલના શરૂઆતના ગાળામાં બેવડો વધારો થતા ગ્રાહકો સહિત ગૃહિણીના બજેટ ખોરવાય તેવી નોબત આવી છે.

