Home / Gujarat / Vadodara : Many vehicles submerged, locals in distress

વડોદરામાં સતત બે દિવસથી વરસાદની ધબધબાટીઃ અનેક વાહનો ડૂબ્યા, સ્થાનિકોને પડી હાલાકી

વડોદરામાં સતત બે દિવસથી વરસાદની ધબધબાટીઃ અનેક વાહનો ડૂબ્યા, સ્થાનિકોને પડી હાલાકી

વડોદરા શહેરમાં વહેલી સવારે ચાર વાગ્યાથી વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. હજુ વરસાદની બેટિંગ શરૂ જ છે, જેના કારણે ઘણા નીચાણવાળા સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નજીવા વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

સોમવારે સાંજે વડોદરામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજવા સાથે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાસાયી થતા ઢગલાબંધ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. હજુ આ પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી નથી તેવામાં આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. નજીવા વરસાદમાં ઠેર-ઠેર પાણીમાં ભરાવો થતા કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે. 

વરસાદી પાણીમાં વાહનો ડૂબ્યા

હાલ શહેરના હાથીખાના રામદેવપીરની ચાલી પાસે વરસાદી પાણીથી લોકોના વાહનો ડૂબ્યા હોવાના  વિડિયો સામે આવ્યા છે. આવા દ્રશ્યો શહેરમાં અનેક સ્થળોએ સર્જાયા છે. વડોદરા શહેરમાં પૂરને અટકાવવા કોર્પોરેશન એક તરફ વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવાની વાતો કરે છે. તો બીજી તરફ નજીવા વરસાદમાં જ વડોદરા પાણીમાં ડૂબી જતા તંત્રના આયોજન સામે પણ સવાલો ઊભા થાય છે.

વૈશાખમાં સર્જાયો અષાઢી માહોલ

આ સિવાય મકરપુરા એરફોર્સ પાછળ વચકુંઠધામ સોસાયટીના મુખ્ય રસ્તા અને તેની આસપાસની સોસાયટીમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલા આદિત્ય હાઈટ્સના એક રહેવાસીએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ મૂકી થોડા વરસાદમાં જ પાણી ભરાયાની પરિસ્થિતિની જાણકારી આપી વહીવટી તંત્રને મદદ માટે અપીલ કરી છે. ફતેગંજ વિસ્તારમાં ડ્રેનેજના ચાલતા કામમાં ગાબડા પડવાને કારણે કેટલાક વાહનો પણ ફસાઈ ગયા હતા.આવા દ્રશ્યો શહેરમાં અનેક સ્થળોએ સર્જાયા છે. ફતેગંજ વિસ્તારમાં ડ્રેનેજના અધકચરા પૂરી દેવાયેલા ખાડામાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે એક વાહન ચાલક ફોર વ્હીલર હંકારીને જતો હતો ત્યારે  ભરાયેલા વરસાદી પાણીવાળો ખાડો જણાયો ન હતો. પરિણામે મોટર કારનો આગળનો ભાગ ખાડામાં ઘૂસી ગયો હતો. પરંતુ દુર્ઘટનાના કારણે સદભાગ્યે  કોઈ ઈજા કે જાનહાની ચાલકને થઈ ન હતી. ભર વરસાદમાં આસપાસના લોકો મદદ એ દોડી આવ્યા હતા અને ધક્કા મારીને કારને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા. જોકે ડ્રેનેજની કામગીરી આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ડ્રેનેજની કામગીરી પૂરી થઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા આવા ખાડા યોગ્ય રીતે પૂરવામાં આખ આડા કાન કર્યા હતા. માત્ર રોડ પર બેરીકેટ મૂકી દઈને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે. 

Related News

Icon