
ગુજરાતમાં ગત રોજ ધોરણ-12નું પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પાસ થયા હતા.
વેરાવળમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા
તો બીજી તરફ વેરાવળમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. માતા પિતા માટે પણ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વેરાવળની વિદ્યાર્થીનીએ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં નાપાસ થતા ઘેરો આઘાત લાગ્યો હતો.
17 વર્ષીય તરુણીએ આત્મહત્યા કરી
વિદ્યાર્થીનીએ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ના પાસ થતાં ગળેફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 17 વર્ષીય તરુણીએ આત્મહત્યા કરતા પરિવારમાં અને મિત્ર વર્તુળોમાં શોકનો માહોલ છવાયો છે.