Home / Entertainment : Chhaava's box office collection on 46th day film is near to enter in 600 crore club

'સિકંદર' ની રિલીઝથી પણ 'છાવા' ને નથી થઈ કોઈ અસર, હજુ કરોડોમાં કમાણી કરી રહી છે આ ફિલ્મ

'સિકંદર' ની રિલીઝથી પણ 'છાવા' ને નથી થઈ કોઈ અસર, હજુ કરોડોમાં કમાણી કરી રહી છે આ ફિલ્મ

વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'છાવા' ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયાને 50 દિવસ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તે હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ હજુ પણ કરોડોમાં કમાણી કરી રહી છે. આટલા દિવસોમાં તેની કમાણી ક્યારેય લાખો સુધી નથી ઘટી. આ ફિલ્મે 46મા દિવસે પણ સારું કલેક્શન કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' ઈદના અવસર પર રિલીઝ થઈ છે. 'સિકંદર' રિલીઝ થવા છતાં પણ 'છાવા' ને  છે. વિક્કી કૌશલની 'છાવા' ને પણ ઈદની રજાનો લાભ મળ્યો છે. 

ફિલ્મ 600 કરોડથી થોડી દૂર છે

સેકનિલ્કના રિપોર્ટ મુજબ, 'છાવા' એ 46મા દિવસે 1.27 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જે અન્ય દિવસો કરતા વધુ છે. છાવાએ રવિવાર કરતાં સોમવારે વધુ કમાણી કરી છે. ફિલ્મનું કુલ કલેક્શન 594.72 થઈ ગયું છે. જો ફિલ્મ આવી રીતે જ કમાણી કરતી રહેશે, તો તેને 600 કરોડના ક્લબમાં જોડાવામાં વધુ સમય નહીં લાગે.

'સિકંદર' 30 માર્ચે રિલીઝ થઈ રહી છે. ઈદના અવસર પર 'સિકંદર' એ ખૂબ જ નફો કર્યો છે. દરમિયાન, 'છાવા' માટે આટલું કલેક્શન કરવું એ મોટી વાત છે. ફિલ્મ રિલીઝ થયાના આટલા સમય પછી પણ સારા કલેક્શનની અપેક્ષા નહતી. 'સિકંદર' પહેલા દિવસે 'છાવા' નો રેકોર્ડ નથી તોડી શકી. 'સિકંદર' એ પહેલા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે 'છાવા' 33 કરોડ રૂપિયાના કલેક્શન સાથે વર્ષની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોની યાદીમાં ટોપ પર છે.

'છાવા' વિશે વાત કરીએ તો આ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા છે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

Related News

Icon