સતત વરસાદના કારણે નદીમાં પાણીના સ્તરમાં વધારો થતાં ઉમરપાડા તાલુકાના વહાર ગામ નજીકના કોઝવે ઉપર પાણી ફરી વળતાં ઉમરપાડા તાલુકાના મામલતદાર તથા તલાટી કમ મંત્રી સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે GRD જવાનો પણ તાત્કાલિક હાજર રહી સ્થાનિક લોકસભ્ય અને વાહનચાલકોને સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

